ગુજરાત ભાડા વિધેયક, 2026’ના વિરોધમાં વકીલોનો વિરોધ

Featured Video Play Icon
Spread the love

ગુજરાત ભાડા વિધેયક, 2026’ના વિરોધમાં વકીલોનો વિરોધ
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ બાદ નિર્ણય
તા. 5 ઓક્ટોબરે તમામ કામકાજથી અળગા રહેવાનો ઠરાવ

માતૃ સંસ્થા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના આદેશ અનુસાર ‘ગુજરાત ભાડા વિધેયક, ૨૦૨૬’ ના વિરોધમાં તા.૦૫/૧૦/૨૦૨૬ તમામ કામકાજ અળગા રહેવાનો ઠરાવ. અરજન્ટ સિવાયના તમામ કામોથી અળગા રહેશે

આજરોજ સુરત જીલ્લાના માંડવી તાલુકા વકીલ મંડળને અંદાજીત ૪.૧૫ વાગ્યે પરિપત્ર મળ્યો, જેના આધારે માતૃ સંસ્થા બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો જેનો રેફ નંબર. BCG/16457/2026 હતો. જે પત્રના આધારે માતૃસંસ્થા દ્વારા ગુજરાતના તમામ વકીલ મંડળને એવો આદેશ કરવામાં આવેલ છે કે, ગુજરાત સરકાર ભાડા વિધેયક બીલ-૨૦૨૬ મા જે ક્ષતિ છે. તેમા તાત્કાલીક અસરથી સુધારો કરવામાં આવે. વિકલ્પે સદર બીલ મોકુફ રાખવામાં આવે કે રદ કરવામાં આવે અને નામદાર સરકારશ્રી દ્વારા જયાં સુધીએ પગલુ ભરવામાં ના આવે ત્યાં સુધી ગુજરાતના તમામ વકીલ મંડળો અને વકીલ મિત્રો ત્યા સુધી અચોકકસ મુદ્દત સુધી અરજન્ટ સિવાયના તમામ કામકાજથી અળગા રહેશે તેવો આદેશ કરવામા આવેલ છે. જેના ભાગ રુપે સુરત જીલ્લાના માંડવી તાલુકાના વકીલ મંડળને માતૃ સંસ્થાના આદેશને સમર્થન આપે છે. જે મુજબ માંડવી વકીલ મંડળ તા : ૦૫-૧૦-૨૦૨૬ અ ચોક્કસ મુદત માટે અરજન્ટ સિવાયના કામથી અળગા રહેવાનો સર્વાનુમત્તે ઠરાવવામાં આવેલ છે. જેથી પક્ષકારોની કે વકીલશ્રીઓની ગેરહાજરીમાં કોઈપણ કામ એકતરફી ન ચલાવવાં તેમજ તેમની ગેરહાજરી દરગુજર કરી વોરંટ કે નોટીસ ઇશ્યુ ન કરી પક્ષકાર કે વકીલશ્રીઓના કેસને નુક્શાન ન થાય તે માટે જે તે કામ જે તે સ્ટેજે રાખવા નમ્ર વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *