સુરત લિંબાયત પોલીસે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
બિહારના મુઝફ્ફરપુરમાં સગીર બાળાના અપહરણનો ગુનો
એક મહિનાથી ફરાર આરોપી સુરતમાંથી ઝડપાયો
સુરતની લિંબાયત પોલીસે બિહારના મુઝફરપુર જીલ્લાના એરાઈ પોલીસ મથકમાં સગીરવયની બાળાના અપહરણના ગુનામાં એક મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.
અન્ય રાજ્યોમાં ગુનાઓ આચરી સુરતમાં આવી રહેતા ગુનેગારો સામે સ્પેશ્યલ ડ્રાઈવ સુરત પોલીસે હાથ ધરી છે. ત્યારે સુરતની લિંબાયત પોલીસની ટીમ તહેવારોને લઈ પેટ્રોલિંગમાં હતી તે સમયે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આદારે બિહારના મુઝફરપુર જીલ્લાના એરાઈ પોલીસ મથકમાં સગીર બાળાના અપહરણના ગુનામાં સંડોવાયેલા એક મહિનાથી વોન્ટેડ આરોપી સાહીલ ચંદનકુમાર પાંડેને ઝડપી પાડી તેનો કબ્જો એરાઈ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
