સુરત પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડ્યો
રીઢા ચોરને પાંચ વર્ષે એસઓજીની ટીમે પકડી પાડ્યો
એસઓજીની ટીમે તોસિફ સમીર સોકતઅલી સૈયદની ધરપકડ કરી
સરથાણા પોલીસ મથકમાં નોંધાયેલા મોબાઈલ સ્નેચીંગના ગુનામાં નાસતા ફરતા રીઢા ચોરને પાંચ વર્ષે એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા સુરત શહેરમાં તથા અન્ય જીલ્લાઓના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અપાયેલ સુચના મુજબ સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ તથા નાયબ પોલીસ કમિશનર નકુમનાઓના માર્ગદર્શન હેઠલ એસઓઝીના પી.આઈ. દ્વારા સ્ટાફ સાથે પેટ્રોલિંગ કરાઈ રહી હતી ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ અસલમ ઈદ્રીશ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લાએ બાતમીના આધારે લિંબાયત આંબેડકર નગર પાણીની ટાંકી પાસેથી સરથાણા પોલીસ મથકમાં પાંચ વર્ષથી મોબાઈલ સ્નેચીંગના ગુનામાં નાસતા ફરતા લિંબાયત મીઠીખાડી ખાતે રહેતા તોસિફ ઉર્ફે સમીર સોકતઅલી સૈયદને ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો સરથાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.