સુરતની લિંબાયત પોલીસે વિદેશી દારૂ પડકયો
દારૂના લાખોના જથ્થા સાથે ટેમ્પા ચાલકને ઝડપ્યો
9 લાખ 37 હજારથી વધુની મત્તા કબ્જે કરી
સુરતની લિંબાયત પોલીસે વિદેશી દારૂના લાખોના જથ્થા સાથે ટેમ્પા ચાલકને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
સુરત પોલીસ હાલ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબુદ કરવા મેદાને છે ત્યારે સુરતની લિંબાયત પોલીસ ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે મળેલી બાતમીના આધારે મહાપ્રભુનગર સર્કલ પાસેથી પસાર થતા ટેમ્પાને આંતરી ઝડતી લેતા તેમાંથી વિદેશી દારૂનો લાખનો જથ્થો મળી આવતા પોલીસે ટેમ્પામાંથી મોહનજીવા સોલંકીની ધરપકડ કરી હતી જ્યારે ગોડાદરાના સોનુ અને ભાનસીંગને પોલીસે વોન્ટેડ જાહેર કરી 5 લાખ 79 હજારથી વધુનો દારૂ, ટેમ્પો સહિત 9 લાખ 37 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
