વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનો પ્રચાર.
કિરીટ પટેલના પ્રચારમાં પક્ષ પલ્ટુ પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનું નિવેદન.
“માત્ર 3 મિનિટમાં કિરીટ પટેલ અધિકારીઓને બેવડા કરી દેશે તેવી તાકાત છે”
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને લઈને નિવેદન આપતા પૂર્વ પક્ષ પલ્ટુ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ કહ્યું કે કામ નહીં કરે તો અધિકારીઓને બેવડા કરતા ત્રણ મિનિટ થશે
વિસાવદર પેટા ચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. પક્ષ પલ્ટુ એવા પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી કિરીટ પટેલ માટે જોર શોરથી પ્રચાર કરી રહ્યા છે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને લઈને નિવેદન આપતા ભૂપત ભાયાણીએ કહ્યું કે કામ નહીં કરે તો અધિકારીઓને બેવડા કરતા ત્રણ મિનિટ થશે, તેઓએ કહ્યું કે માત્ર 3 મિનિટમાં અધિકારીઓને બેવડા કરી દે તેવી તાકાત કિરીટ પટેલ ધરાવે છે. તેમણે કહ્યું કે ભૂતકાળમાં પણ આપણે અધિકારીઓને બેવડા કર્યા હોય તેવું જોયું છે. વિસાવદર બેઠક ઉપર કુલ 2,61,052 મતદારો પૈકી અંદાજિત 1 લાખ મતદારો પાટીદાર સમાજમાંથી આવે છે. વર્ષ 2022ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આપમાંથી જીતેલા ભુપત ભાયાણીને 65,000 કરતા વધારે મતો મળ્યા હતા, તેવી જ રીતે હારેલા ઉમેદવાર ભાજપના હર્ષદ રીબડીયાને 55 હજારની આસપાસ મતો મળ્યા હતા.
વિસાવદર બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે.. ભાજપે આ બેઠક પર કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે તો આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે.. જ્યારે કોંગ્રેસે નીતિન રાણપરિયાને ટિકીટ આપી છે.. ત્રણેય પાર્ટીઓએ વિસાવદર બેઠક પર જીતના દાવા કર્યા છે.. ગત ઇલેક્શનમાં આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી ચૂંટણી જીત્યા હતા પરંતુ તેઓ પાર્ટીમાંથી અને ધારાસભ્ય પદેથી બન્નેમાં રાજીનામું આપી દેતા આ બેઠક ખાલી પડી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી