ભાવનગર મહાનગર પાલિકાની ગંભીર બેદરકારી

Featured Video Play Icon
Spread the love

ભાવનગર મહાનગર પાલિકાની ગંભીર બેદરકારી
મોતીબાગ ટાઉન હોલ નજીક કન્ડમ જાહેર કરાયેલા વાહનમાં દસ્તાવેજો
મહત્વપૂર્ણ દસ્તાવેજો મુકાયેલા હોવાના દ્રશ્યો સામે આવતા તંત્ર પર પ્રશ્નો

ભાવનગર મહાનગર પાલિકાની ગંભીર બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના મોતીબાગ ટાઉન હોલ નજીક કન્ડમ જાહેર કરાયેલા વાહનમાં મનપાના મહત્વપૂર્ણ દસ્તાવેજો મુકાયેલા હોવાના દ્રશ્યો સામે આવતા તંત્ર પર પ્રશ્નો ઊભા થયા છે.

મળતી માહિતી મુજબ, આઇસીડીએસ વિભાગના કન્ડમ વાહનમાં રોડ, ટેક્ષ, ટાઉન પ્લાનિંગ સહિત વિવિધ વિભાગોની અગત્યની ફાઇલો બેદરકારીપૂર્વક મૂકવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં આ ફાઇલો સ્પષ્ટ રીતે જોવા મળતા, દસ્તાવેજોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત થઈ રહી છે. મહત્વપૂર્ણ દસ્તાવેજો ભંગાર જેવી હાલતમાં મળતા, મનપાના જવાબદાર અધિકારીઓની કામગીરી પર સવાલો ઊભા થયા છે. આવા દસ્તાવેજો જો ખોવાઈ જાય અથવા ગેરવપરાશ થાય તો નાગરિકોને નુકસાન થવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. આ મામલે હજુ સુધી મહાનગરપાલિકા તંત્ર દ્વારા કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી. શહેરવાસીઓમાં પણ આ ઘટનાને લઇ રોષ ફેલાયો છે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ ગંભીર બેદરકારી મામલે શું પગલાં લે છે અને જવાબદારી કોના પર નક્કી કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *