સુરતના હાતિમ મોઢની જાપાન ટેનિસ વર્લ્ડ કપ માટે પસંદગી

Featured Video Play Icon
Spread the love

સુરતના હાતિમ મોઢની જાપાન ટેનિસ વર્લ્ડ કપ માટે પસંદગી
ભારતના પાંચ ખેલાડીઓમાં ગુજરાતના હાતિમ મોઢનો સમાવેશ

સુરતના યુવા ટેનિસ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને સુરતનું નામ રોશન કર્યું હોય તેમ હાતિમ મોઢની જાપાનમાં યોજાનારા ટેનિસ વર્લ્ડ કપ માટે પસંદગી થઈ છે. ખાસ વાત એ છે કે સમગ્ર ભારતમાંથી માત્ર પાંચ ખેલાડીઓ ક્વોલિફાય થયા છે, જેમાં ગુજરાતના હાતિમ મોઢનો પણ સમાવેશ થયો છે.

સુરતના આ યુવા ખેલાડી હાતિમ મોઢએ પોતાની પ્રતિભા અને 12 વર્ષની આકરી મહેનતના દમ પર આંતરરાષ્ટ્રીય ટેનિસમાં આગવી ઓળખ ઊભી કરી છે. ચેક રિપબ્લિક અને તુર્કીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ટેનિસ સ્પર્ધાઓમાં સિલ્વર મેડલ જીતીને હાતિમે ગુજરાત અને સુરતનું ગૌરવ વધાર્યું છે. હવે હાતિમ માટે વધુ એક મોટી ખુશખબર સામે આવી છે. જાપાનમાં યોજાનારા ટેનિસ વર્લ્ડ કપ માટે સમગ્ર ભારતમાંથી માત્ર પાંચ ખેલાડીઓની પસંદગી થઈ છે, જેમાં ગુજરાતના હાતિમ મોઢે સ્થાન મેળવ્યું છે. હાતિમની આ સિદ્ધિ બદલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. 12 વર્ષની મહેનત, આંતરરાષ્ટ્રીય મેડલ અને હવે વર્લ્ડ કપનું સપનું છે. હાતિમ મોઢ હવે જાપાનમાં ભારત માટે મેડલ જીતવાના લક્ષ્ય સાથે તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *