સુરત : મહિધરપુરા પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડ્યો
દારૂના ગુનામાં નાસતા ફરતા બુટલેગરને પોલીસે દબોચ્યો
વિજય ઉર્ફે માસ્ટર હસમુખ પટેલની ધરપકડ
અઢી વર્ષથી ગોડાદરા પોલીસ મથકમાં દારૂના ગુનામાં નાસતા ફરતા બુટલેગરને મહિધરપુરા પોલીસે ઝડપી તેનો કબ્જ ગોડાદરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
મહિધરપુરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી ટીમના અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિપુલ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ભરત એ બાતમીના આધારે ગોડાદરા પોલીસ મથકમાં અઢી વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ અને સી.આ.પી.સી. 70 મુજબના વોરંટના આરોપી મુળ નવસારીના વાંસદાનો અને હાલ નવા નગર ડિંડોલી ખાતે રહેતા વિજય ઉર્ફે માસ્ટર હસમુખ પટેલને ઝડપી પાડી તેનો કબ્જો ગોડાદરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
