સોનગઢમાં ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતની પ્રદેશ કાર્યકારિણી પ્રશિક્ષણ શિબિર યોજાઈ

Featured Video Play Icon
Spread the love

સોનગઢમાં ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતની પ્રદેશ કાર્યકારિણી પ્રશિક્ષણ શિબિર યોજાઈ
દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત પ્રદેશ કાર્યકારિણી પ્રશિક્ષણ શિબિરનું આયોજન
શિબિરમાં જળસંચય, પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણ સંરક્ષણ અંગે ચર્ચા
પ્લાસ્ટિક જાગૃતિ, વૃક્ષારોપણ, સ્વચ્છતા અને ટ્રાફિક અવેરનેસ પર માર્ગદર્શન

ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત ની પ્રદેશ કાર્યકારિણી પ્રશિક્ષણ શિબિર – 2026 નો કાર્યક્રમ તા.22/11/2026 રવિવારના રોજ તાપી જિલ્લાના કિલ્લે – સોનગઢ ખાતે ખુબજ ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થયો. ગાંધીનગરથી પધારેલ ઉપરી અધિકારીઓમાં દિશા સૂચક માર્ગદર્શનમથી કાર્યક્રમ ખુબજ સફળ રહ્યો હતો.

ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત સંયોજક શ્રી અરૂણસિંહ રાજપૂતજી, મહિલા પ્રભારી અને એડવોકેટ શ્રીમતિ ક્ષમાબેન શેઠ, કર્ણાવતી પ્રાંત અધ્યક્ષ શ્રી મહેશ વર્માજીના પર્યાવરણ રક્ષણ માટે દિશા સૂચક માર્ગદર્શનથી કાર્યક્રમ ખુબજ સફળ રહ્યો હતો.દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત જ ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતની પ્રદેશ કાર્યકારિણી પ્રશિક્ષણ શિબિર – 2026 માં મુખ્યત્વે વોટર હાર્વેસ્ટીંગ(જળસંચય), પ્લાસ્ટિક અવર્નેસ, પ્રાકૃતિક ખેતી, વૃક્ષારોપણ, ટ્રાફિક અવેરનેસ, સ્વછતા, શિક્ષણ અને જળ પ્રદૂષણ અટકાવવા માટે ચર્ચા કરવામાં આવી. પર્યાવરણ જાળવણીના પ્રયત્નો પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમ ખુબજ સકારાત્મક માહોલમાં સંપન્ન થયો હતો. સૌ પદાધિકારીઓને પ્રોત્સાહિત કરવા, પર્યાવરણ પ્રત્યે વધુમાં વધુ લોકો જાગૃત થઈ કરી કરે અને કાર્યકર્તાઓની કાર્યપદ્ધતિની ગુણવત્તામાં સુધારો કરવા ઉપરી અધિકારીઓ દ્વારા આ કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. કુદરતી જળસ્ત્રોતોની જાળવણી અને નદીઓ, જળાશયોની પવિત્રતા જળવાઈ રહે, તેના પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા મનુષ્યે ખુબજ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવી જરૂરી છે. તુલસી વિવાહના પવિત્ર દિવસે ઉકાઈ ડેમ ખાતે સૂર્યપુત્રી તાપી માતાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના ઉપરી પદાધિકારીઓ અને ગંગા સમગ્ર તાપી પ્રાંતના પદાધિકારીઓએ મોટી સંખ્યામાં સહભાગી થઈ મહાઆરતી કરી પવિત્ર તાપી માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *