સોનગઢમાં વાસ્મો દ્વારા પાણીની અછત સર્જાઈ
આ કિસ્સો છે સોનગઢના ચપાલધારા ગામનો
શું માત્ર સરકારી પૈસા ગ્રાન્ડ માત્ર કાગળ પરજ છે કે શુ?
આ કિસ્સો છે સોનગઢ તાલુકાના ચાપલધરા ગામ નો જ્યાં પાણી માટે લોકો તરસી રહ્યા છે અને સાથેજ પશુ પણ પાણી અછત અનુભવી રહિયા છે જ્યાં વાસ્મો દ્ધારા પાણી ની ટાંકી ઓ તો છે પણ પાણી નથી આવતું ? શું ગ્રાન્ડ ના પૈસા અધિકારીઓ અને સરપંચો ના ખીસામાં જાઈ છે ?
જ્યારે ગામ ના લોકો પાસે પૂછવામાં આવ્યું તો લોકો જણાવે છે કે વાસ્મો ના બોરિંગ છે પરંતુ મોટર નથી કે નથી હેડપંપ તો પાણી કેવી રીતે મળે અને ટાંકી તો છે પરંતુ તેમાં પાણી નથી કે કનેકશન નથી અને જ્યાં કનેકશન નલ ના આપિય છે પરંતુ તે વર્ષો થી બંધ છે અને નવા કનેકશન નથી કર્યા જ્યારે ચાપલધરા ના ગામ વાશીઓ બીજા ગામ માં જાઈ પાણી લાવે છે અને પીવે છે સાથેજ પશુ ને પીવડાવે છે અને શિક્ષણ મેળવવાં જતાં વિદ્યાર્થીઓ અને કામ કરવા જતાં લોકો ટાઇમ પર પોહચી સકતા નથી શું આ છે વિકાસ ની મોટી મોટી વાતો કરતી ગુજરાત સરકાર ?સુ આ છે ગુજરાતનો અનોખો વિકાસ એમ કહી સકાય? કે પછી સરકાર તો વિકાસ કરે છે પરંતુ વિકાસ માત્ર અધિકારીઓ અને સરપંચો સુધીજ સીમિત છે કે કેમ ? શું વાસ્મો ના અધિકારીઓ પર એઇકશન લેવામાં આવશે કે કેમ તે જાણવા જેવું છે અને શું વાસ્મો દ્ધારા ચાપલધરા ગામ ના લોકોને પાણી માટે મદદ રૂપ થશે કે કેમ ? શું બોરિંગ માં કનેકશન કરાવશે વાસ્મો ?અને શું લોકોની પાણી ની સમસ્યા સરપંચો અને અધિકારીઓ ના આખો થી દુર છે ? વિશેષ કે ગામના લોકો સુ કહે છે ચાલો જાણીએ ચાપલધરા ગામ ના લોકોથી….