સુરત ક્રાઈમ બ્રાન્ચે હત્યાના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
એમપીના દેવાશ જિલ્લાના નાહર દરવાજા પોલીસ મથકમાં હત્યાનો આરોપી
આરોપી રાહુલ ઉર્ફે શુટર રાજેન્દ્ર ચૌહાણ લુનિયાને ઝડપી પાડ્યો
સુરત ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશના દેવાશ જિલ્લાના નાહર દરવાજા પોલીસ મથકમાં હત્યાના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો..
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના આદેશને લઈ ક્રાઈમ બ્રાન્ચની વીવીધ ટીમો પાંડેસરા વિસ્તારમાં તપાસમાં જોડાઈ હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ડે કોમ્બીંગ દરમિયાન હત્યા, હત્યા પ્રયાસ, ધાડ અને લુંટ સહિતના ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓની પણ તપાસ કરી હતી તે દરમિયાન મધ્યપ્રદેશના દેવાશ જિલ્લાના નાહર દરવાજા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી એવા રાહુલ ઉર્ફે શુટર રાજેન્દ્ર ચૌહાણ લુનિયાને ઝડપી પાડી તેનો કબ્જો મધ્યપ્રદેશ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
