સુરતમાં યુએસડીટી ટ્રેડિંગમાં ભારે નફાની લાલચ આપી છેતરપિંડી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં યુએસડીટી ટ્રેડિંગમાં ભારે નફાની લાલચ આપી છેતરપિંડી
સાયબર ક્રાઈમ પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો
સોશિયલ મીડિયા અને ફેક વેબસાઇટ મારફતે લોકો સાથે છેતરપિંડી

સુરતમાં યુએસડીટી ટ્રેડિંગમાં ભારે નફાની લાલચ આપીને લગભગ લાખોની સાયબર છેતરપિંડી કરવાના કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની ટોળકી દ્વારા સોશિયલ મીડિયા અને ફેક વેબસાઇટ મારફતે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર દ્વારા શહેરમાં વધી રહેલા સાયબર ગુનાઓ સામે કાર્યવાહી કરવા આપેલી સુચનાને લઈ સાયબર ક્રાઈમના ડીસીપી બિશાખા જૈન સહિતની ટીમ દ્વારા સતત તપાસ હાથ ધરાઈ હતી ત્યારે સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં વિષ્ણુકુમાર પટેલએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે આરોપીઓએ ઈન્સ્ટાગ્રામ પર એટ એજી ઈશા 88 નામની આઈડી અને વિદેશી નંબર પરથી સંપર્ક કરી યુએસડીટી ટ્રેડિંગમાં મોટા નફાની લાલચ આપી હતી. ત્યારબાદ વિષ્ણુ પટેલને બીટકોઈન હેસ ડોટ કોમ નામની વેબસાઇટ અને એપ્લિકેશન પર એકાઉન્ટ ખોલાવી વિવિધ યુપીઆઈ આઈડી અને અલગ-અલગ બેંક ખાતાઓમાં રૂપિયા જમા કરાવ્યા હતા. અને 72.23 લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરાવ્યા બાદ પણ નફો કે મૂડી પરત ન આપી ઠગાઈ આચરી હતી. બનાવને લઈ સાયબર ક્રાઈમની ટીમે તપાસ હાથ ધરી લાખોની ઠગાઈમાં સંડોવાયેલા મુળ અમરેલી લાઠીનો અને હાલ ન્યુ અલથાણ ખાતે શીવ રેસીડેન્સીમાં રહેતા દિવ્યેશ સુર્યકાંતભાઈ પટેલની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *