માંડવીના રોકડિયા હનુમાનજી મંદિરે શ્રીમદ્ ભગવદ્ ગીતા સપ્તાહ
૭ જુને તાપી નદી રોડ પર આવેલ રામજી મંદિરેથી પોથી યાત્રા નિકળી
માંડવીના રોકડિયા હનુમાનજી મંદિરે શ્રીમદ્ ભગવદ્ ગીતા સપ્તાહનું પ્રારંભ કરવામાં આવ્યો છે, શ્રીમદ્ ભગવદ્ ગીતાનો શુભારંભ પ્રસંગે તારીખ ૭ જુનના રોજ બપોરે તાપી નદી રોડ પર આવેલ રામજી મંદિરેથી પોથી યાત્રા નિકળી હતી.
માંડવી નગરમાં આવેલ હનુમાન ફળિયા ખાતે રોકડિયા હનુમાનજી મંદિરે રોકડિયા હનુમાનજી ગૃપ દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતા સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે. કથા સપ્તાહ ના પ્રથમ દિવસે વહેલી સવારે મહાપુજા કરી ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી. બપોરે તાપી નદી રોડ પર આવેલ રામજી મંદિરેથી ભજન કીર્તન સાથે પોથીયાત્રા નીકળી હતી, ભગવત્ ગીતા સપ્તાહ જ્ઞાનયજ્ઞ ના વક્તા ભાગવતાચાર્ય શ્રી ગોપાલ દાસજી મહારાજ ને બળદ ગાડું માં બિરાજમાન કરી મેઈન રોડ થઈ બજાર વિસ્તાર થી હનુમાન ફળિયા ખાતે રોકડિયા હનુમાનજી મંદિરે પહોંચ્યા હતા.
પોથી યાત્રામાં યુવાનો, વડીલો, બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. કથા તારીખ ૭/૬/૨૦૨૫ નો પ્રારંભ કરવામાં આવ્યો છે. અને ૧૩/૬/૨૦૨૫ ના રોજ વિરામ થશે, કથા નો સમય બપોરે ૩:૩૯ થી ૬:૩૦ અને રાત્રે ૮:૩૦ થી ૧૦:૩૦ સુધી ચાલશે આ ભગવત્ ગીતા સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું લાભ લેવા માટે દરેક ધર્મના ભક્તો, વડીલો, બહેનો ને પધારવા ભાવભર્યુ નિમંત્રણ રોકડિયા હનુમાનજી ગૃપ દ્વારા આપવામાં આવ્યું
છે..