સુરતના ઉધના વિસ્તારમાં કોલેજમાં ઝગડો

Featured Video Play Icon
Spread the love

સુરતના ઉધના વિસ્તારમાં કોલેજમાં ઝગડો
સિટીઝન કોલેજમાં ફ્રેશર્સ પાર્ટી ડાન્સ દરમિયાન ધક્કો
નજીવી બાબતે થયેલા ઝઘડામાં બે વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી સિટીઝન કોલેજમાં ફ્રેશર્સ પાર્ટી ડાન્સ દરમિયાન ધક્કો લાગવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં બે વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કરાતા ચકચાર મચી જવા પામી હતી.

સુરતના ઉધના ખાતે આવેલ સિટીઝન કોલેજમાં ગત 8 ઓગસ્ટે ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ડાન્સ કરતી વખતે બે જૂથ વચ્ચે ધક્કો લાગવા બાબતે બોલાચાલી થઈ હતી. આ બાદ હરીફ જૂથે બહારથી કેટલાક શખ્સોને બોલાવ્યા હતાં. કોલેજના ગેટ પાસે જ બે વિદ્યાર્થીઓને આંતરી તેમના પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ઉધના પોલીસ અને કોલેજ પ્રશાસન તાત્કાલિક દોડી આવ્યું હતું. અને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં બે હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં બંને આરોપીઓ સગીર હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે ઉધના પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *