સુરત રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પરથી ગાંજો ઝડપ્યો
બે મહિલાઓને લાખોના ગાંજા સાથે રેલ્વે પોલીસે ઝડપી
14 લાખ 98 હજારથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો
સુરત રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પરથી બે મહિલાઓને લાખોના ગાંજા સાથે સુરત રેલ્વે એસઓજી, રેલ્વે એલસીબી અને સુરત રેલ્વે પોલીસે ઝડપી પાડી હતી.
મીશન સેફ સ્ટેશન અભિયાન ચલાવવા આપેલી સચનાને લઈ રેલ્વે એસઓજી, રેલ્વે એલસીબી અને સુરત રેલ્વે પોલીસની ટીમ ઓરિસ્સાથી ઘુસાડાતા ગાંજાના જથ્થાને ઝડપી પાડવા મેદાને હતા ત્યારે સુરત રેલ્વે પોલીસ, રેલ્વે એસઓજી તથા સુરત રેલ્વે એલસીબી ની ટીમે સુરત રેલ્વે સ્ટેશનના પ્લેટ ફોર્મ નંબર 1 પર વોચ ગોઠવી હતી તે સમયે ત્યાંથી પસાર થતી બે મહિલાઓ બંદના ઉર્ફે સ્નેહલતા ટુના ખલી જૈના અને આરતી બસંતકુમાર દામોદર પાણીગ્રાહી શંકાસ્પદ લાગતા તેઓના થેલાની ઝડતી લેતા તેમાંથી 14 લાખ 98 હજારથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે ગાંજાનો જથ્થો, ત્રણ મોબાઈલ, રોકડા રૂપિયા સહિત 15 લાખ 11 હજારથી ધુની મત્તા કબ્જે કરી તમામ વિરૂ્દધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
