સુરતના ભેસ્તાન આવાસ બ્રિજ પર અકસ્માતની ઘટના

Featured Video Play Icon
Spread the love

સુરતના ભેસ્તાન આવાસ બ્રિજ પર અકસ્માતની ઘટના
રોંગ સાઇડ પરથી બાઈક ચલાવવું ભારે પડ્યું
ઘટનાને પગલે બ્રિજ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો

સુરતના ભેસ્તાન આવાસ બ્રિજ પર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રોંગ સાઇડ પરથી બાઈક ચલાવવું બાઈક સવારને ભારે પડ્યું હોય તેમ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

સુરતમાં બેફામ વાહન ચાલકોના કારણે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ભેસ્તાન આવાસ બ્રિજ પર રોંગ સાઇડથી જઈ રહેલા બાઈક સવારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે બ્રિજ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *