સચીન GIDC પોલીસે વાહન ચોરીના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

સચીન GIDC પોલીસે વાહન ચોરીના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો
મધ્યપ્રદેશની કુખ્યાત ચૌગડ ગેંગનો સભ્ય ઝડપાયો
સાડા ચાર વર્ષથી ફરાર આરોપી પોલીસ જાળમાં

સુરતની સચીન જીઆઈડીસી પોલીસે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ મધ્યપ્રદેશ અલીરાજપુરની કુખ્યાત ચૌગડ ગેંગના સાડા ચાર વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર પરમાર સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ કેએ ગોહિલની ટીમ પીએસઆઈ એચઆર પટેલ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ઝાકીરબાઈ, અહેકો સુનીલભાઈ અને અપોકો રાહુલભાઈને મળેલી બાતમીના આધારે વાહન ચોરીના ગુનામાં મધ્યપ્રદેશ અલીરાજપુરની કુખ્યાત ચૌગડ ગેંગના સાડા ચાર વર્ષથી વોન્ટેડ આરોપી સચીન ઉર્ફે નેહાલસિંગ જુગડીયા ઉર્ફે બેગડીયાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *