સુમુલ ડેરી ચૂંટણી પહેલા ભાજપને મોટી રાહત
16માંથી 5 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ
ચૂંટણી પહેલા ભાજપની સ્થિતિ વધુ મજબૂત
બિનહરીફ જીતથી કાર્યકરોમાં ઉત્સાહ
સુમુલ ડેરી ચૂંટણી પહેલા ભાજપને મોટી રાહત મળી હોય તેમ 16માંથી 5 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતાં.
દક્ષિણ ગુજરાતની સહકારી ક્ષેત્રે સૌથી મોટી સુમુલ ડેરીની ચૂંટણીમાં ચોર્યાસી, કામરેજ, માંગરોળ, બારડોલી અને પલસાણા બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જ્યારે બાકીની 11 બેઠકો પર હવે ચૂંટણી જંગ જામશે. ખાસ કરીને વાલોડ બેઠક પર ભાજપ સામે ભાજપનો જ મુકાબલો થતાં રાજકીય રસાકસી વધી છે. જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે જણાવ્યું કે પક્ષના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરનાર સામે સસ્પેન્ડ સુધીની કાર્યવાહી થઈ શકે છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણીનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે. આ વચ્ચે સુમુલ ડેરીની ચૂંટણીમાં રાજુ પાઠક જૂથનો દબદબો યથાવત જોવા મળ્યો છે.
