મોડાસા પોલીસની સરાહનીય કામગીરી
મોડાસા-મેઘરજ રોડ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો
મોડાસા-મેઘરજ રોડ મુંસીવડા પાટિયા પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.ઘટના સ્થળેથી પસાર થતી જિલ્લા હાઇવે પોલીસની ટીમે તેમની સરકારી પોલીસ વાન થાંભવી દઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ બાઈક ચાલકને પોલીસ વાનમાં લઈ ટ્રાફિક પોલીસકર્મીઓ સારવાર અર્થે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઈ આવી સારવાર કરાવતા પોલીસ કર્મીની કામગીરીને લોકોએ આવકારી સરાહનીય ગણાવી હતી.પોલીસ કર્મીઓએ પોલીસ પ્રજાનો મિત્ર હોવાના સૂત્રને પોલીસે સાર્થકતાના દર્શન કરાવ્યા હતા…