પૂર્વ કચ્છ પોલીસની SAFEMA હેઠળ મોટી કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

પૂર્વ કચ્છ પોલીસની SAFEMA હેઠળ મોટી કાર્યવાહી
જિલ્લા પોલીસ દ્વારા પ્રથમ મોટી કાર્યવાહી
ડ્રગ્સ આરોપીઓની 1.62 કરોડથી વધુની મિલકતો જપ્ત

પૂર્વ કચ્છ પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરતા પિન્ટુ યાદવ નામના આરોપીની 22.31 લાખ રૂપિયાની મિલકતો જપ્ત કરી છે. અગાઉ પણ એનડીપીએસના ગુનાઓમાં સંડોવાયેલા આ આરોપી સામે મુંબઈની કોમ્પિટન્ટ ઓથોરિટી સાફેમા દ્વારા મિલકત જપ્તીનો હુકમ કરવામાં આવ્યો હતો, જેના આધારે પોલીસે તેનું રહેણાંક મકાન, કાર અને ટુ-વ્હીલર સહિતની સંપત્તિ જપ્ત કરી છે.

પૂર્વ કચ્છ પોલીસે નશાકારક પદાર્થો અને ગેરકાયદે ડ્રગ્સના વેપાર સામે કડક વલણ અપનાવતા એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ કચ્છના એસ.પી. સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પોલીસે કુખ્યાત આરોપી પિન્ટુ વેદાનંદ ઉર્ફે બેદાનંદ યાદવની કુલ રૂપિયા 22.31 લાખની ચરાચર અને અચરાચર મિલકતો જપ્ત કરી છે. આ કાર્યવાહીથી નશો વેચનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી પિન્ટુ વેદાનંદ સામે અગાઉ પણ NDPS કાયદા હેઠળ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ મામલે મુંબઈની કૉમ્પીટન્ટ ઑથોરિટી SAFEMA/NDPSA દ્વારા આરોપી સામે મિલકત જપ્તીનો હુકમ જારી કરવામાં આવ્યો હતો, જેના આધારે પૂર્વ કચ્છ પોલીસે આ સિકંજો કસ્યો છે.

તપાસ દરમિયાન એ વાત સામે આવી હતી કે આરોપીએ ગેરકાયદેસર માદક પદાર્થોના વેપારમાંથી જ આ તમામ કિંમતી મિલકતો વસાવી હતી. પોલીસ દ્વારા માંગણી કરવા છતાં આરોપી કાયદેસરની આવકથી આ મિલકતો ખરીદ્યા હોવાના કોઈ પુરાવા રજૂ કરી શક્યો ન હતો. પોલીસે જપ્ત કરેલી મિલકતોમાં નીચે મુજબની સંપત્તિઓનો સમાવેશ થાય છે. અંજારના વથામેડી ખાતે આવેલું રહેણાંક મકાન, રેનો ટ્રાઇબર કાર, હીરો ડેસ્ટિની અને હોન્ડા એક્ટિવા (Activa) સ્કૂટર.. પૂર્વ કચ્છ પોલીસની આ સરાહનીય કામગીરીથી બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓમાં મોટો સંદેશો ગયો છે કે ગેરકાયદે રીતે વસાવેલી સંપત્તિ પર તંત્રનું બુલડોઝર અથવા જપ્તીની કાર્યવાહી ચોક્કસ થશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *