ભાવનગરમાં મધરાતે સોસાયટીમાં ન્યૂસન્સ ફેલવતા શખ્સ

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં મધરાતે સોસાયટીમાં ન્યૂસન્સ ફેલવતા શખ્સ
લોકોએ ઝડપી ડી ડિવિઝન પોલીસને હવાલે કર્યો

છેલ્લા ત્રણ માસથી મોડી રાત્રે નશો કરી રીક્ષા સાથે આવી મોટા અવાજે મ્યૂઝિક વગાડી લોકો સાથે અસભ્ય વર્તન કરી ત્રાસ વર્તાવતા હતા, ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં એક સાયકો શખ્સે છેલ્લા ત્રણ મહિનાથી સોસાયટી માથે લીધી હતી આ નશેડી શખ્સને લોકોએ ઝડપી લઇ પોલીસને હવાલે કરી તેના વિરુદ્ધ પગલાં લેવા અરજી કરી છે.

શહેરના પ્રવેશદ્વારે આવેલ કેસરીનંદન સોસાયટીમાં છેલ્લા અઢી -ત્રણ માસથી એક નશાખોર શખસ રીક્ષા સાથે આવી સોસાયટીમાં રીક્ષાના ફૂલ સ્પીડે ચક્કર લગાવી પોતાની રીક્ષા માં મોટા અવાજે મ્યૂઝિક વગાડી લોકોની નિંદર બગાડવા સાથે લોકો સાથે અસભ્ય વર્તન કરી ત્રાસ વર્તાવ્યો હોય લોકોએ વારંવાર ચેતવણી આપવા છતાં પોતાના “લખ્ખણ” અવિરત ઝળકાવતો હોય ગત મોડી રાત્રે પણ આ શખ્સ આવી રાબેતા મુજબ વર્તન કરતા સોસાયટીના રહીશો એકઠા થયા હતા અને ડી ડિવિઝન પોલીસને જાણ કરતા વિલંબ બાદ જનરક્ષક વાન 112 આવી હતી અને નશાખોર ને ઝડપી લઇ પોલીસ સ્ટેશનમાં લઈ જઈ તપાસ હાથ ધરી હતી એ સમયે પણ આ શખ્સની રીક્ષા માંથી દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી આવા આવારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા લોકો માંગ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *