સુરત : વેસુ પોલીસે આરોપીઓને શાન ઠેકાણે પાડી
વેસુમાં ચાઈનીઝની લારી પર મારામારી કરનારાઓ ઝડપાયા
પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ
સુરતના વેસુ વિસ્તારમાં ચાઈનીઝની લારી પર મારામારી કરનાર આરોપીઓને વેસુ પોલીસે ઝડપી પાડી તેઓની શાન ઠેકાણે પાડી હતી.
સુરતના વેસુ વિસ્તારમાં ચાઈનીઝની લારી ચલાવનારને ત્યાં ચાઈનીઝ ખાધા બાદ માથાભારે આરોપી વિકી તથા તેના મિત્ર હનીએ આતંક મચાવ્યો હતો. ચાઈનીઝ ખાધા બાદ પૈસા ન આપી ચાઈનીઝની લારી ચલાવનાર સાથે મારામારી કરી હતી. અને તુ મેરે પાસ પૈસા માગંતા હે તુ જાનતા નહી મે કોન હું, મે યહા કા દાદા હું, યદા મેરી હી ચલતી હૈ, જ્યાદા બોલેગા તો લારી ઉલટા કર દુંગા તેવી ધમકી આપી હતી. જે ઘટનાને લઈ ચાઈનીઝની લારીવાળાએ વેસુ પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી માથાભારે વિકી અને તેના મિત્ર હનીને ઝડપી પાડી તેઓની શાન ઠેકાણે પાડી હતી. અને ત્યારબાદ સ્થળે લઈ જઈ ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.