સુરતના લસકાણા વિસ્તારમાં ચાર રીઢાઓની ટોળકી
રીક્ષામાં પેસેન્જરને બેસાડી રૂપિયા કાઢી લેતી ટોળકી
પોલીસે ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરતના લસકાણા વિસ્તારમાં રીક્ષામાં પેસેન્જરને બેસાડી આગળ-પાછળ કરીને રૂપિયા કાઢી લેતી ટોળકીનો ચાર રીઢાઓને લસકાણા પોલીસે ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
રીક્ષામાં પેસેન્જરને બેસાડ્યા બાદ આગળ-પાછળ કરી તેમની નજર ચૂકવી રોકડ રૂપિયા કાઢી લેતી ટોળકીને લસકાણા પોલીસે ઝડપી પાડી હતી. લસકાણા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફે મળેલી બાતમીના આધારે રીઢા ચોરો અનીશખાન કરીમખાન પઠાણ, શોએબ ઉર્ફે અખ્તર મોહમ્મદ શેખ, રફીક ઈબ્રાહિમ શેખ અને મુસ્તુફાખાન ઉર્ફે કાલિયા ફકીલાખાન પઠાણની ધરપકડ કરી હતી. તો ઝડપાયેલા રીઢાઓ પાસેથી પોલીસે 50 હજારની રીક્ષા તથા રોકડ 60 હજાર મળી 1 લાખ 10 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે પોલીસ તપાસમાં અનીશખાન વિરુદ્ધ અગાઉ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 7 ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે, તો મુસ્તુફાખાન ઉર્ફે કાલિયા વિરુદ્ધ અગાઉ કુલ 8 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. હાલ રીઢાઓની લસકાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
