મોરબીમાં મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ કારુભાઈની ધમકી

Featured Video Play Icon
Spread the love

મોરબીમાં મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ કારુભાઈની ધમકી
કંપનીવાળા ખેતરે આવે તો મારી નાખવાની ધમકી
કલેક્ટરને બોલાવીને થાંભલે બાંધવાની જાહેરમાં ચીમકી

મોરબીના જેતપરમાં પાવરગ્રીડ અને વીજલાઇનના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ કાળુભાઈ અમૃતિયાએ ખેડૂતોના સમર્થનમાં ઉગ્ર ભાષણ આપ્યું હતું. તેમણે વળતર ન મળે તો લાલ ગાડીમાં ફરતા મંત્રીઓને ૧૦८ એમ્બ્યુલન્સમાં નાખવાની અને કલેક્ટરને બોલાવીને થાંભલે બાંધવાની જાહેરમાં ચીમકી આપી વિવાદ સર્જ્યો હતો

મોરબી… જે ભૂમિ તેના ઉદ્યોગો અને મચ્છુ હોનારતની કથા માટે જાણીતી છે, તે જ ભૂમિ પર વર્ષ ૨૦૨૪-૨૦૨૫ દરમિયાન એક નવો સંગ્રામ શરૂ થયો. આ સંગ્રામ કોઈ બે જૂથો વચ્ચેનો નહોતો, પણ આ લડાઈ હતી પોતાની જમીન બચાવવા મથતા ખેડૂતો અને કોર્પોરેટ પાવરગ્રીડ કંપની વચ્ચે. જેતપર ગામની સીમમાં ઊભા થતા આ લોખંડના રાક્ષસો એટલે કે વીજળીના ટાવરો ખેડૂતોના કાળજા કોરી રહ્યા હતા. પણ આ આંદોલનમાં કંઈક એવું બન્યું, જેણે ગાંધીનગરની ગાદી સુધી ધ્રુજારી લાવી દીધી. મંત્રી અમૃતીયાના ભાઈ કાળુભાઈએ ચીમકી આપતા કહ્યું છે કે અરે, કોની મનમાની ચાલે છે આ મોરબીમાં ? આ પાવરગ્રીડવાળા સમજે છે શું પોતાને ? ખેડૂતોના ખેતરમાં ઘૂસી જવાનું, પાકનો નાશ કરવાનો અને વળતર માગે તો પોલીસની ધમકી આપવાની ?આ મોરબી છે, અહીં કોઈની દાદાગીરી નહીં ચાલે

આ કોઈ સામાન્ય ધમકી નહોતી. ભાઈ પોતે સરકારનો ભાગ, અને સગા ભાઈ મંત્રીઓ અને કલેક્ટરને થાંભલે બાંધવાની વાતો કરે! આ વીડિયો વાયરલ થતાં જ ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી ટેલિફોનની ઘંટડીઓ રણકવા લાગી. આ લોકો રાતોરાત ઊભા પાકમાં જેસીબી ફેરવી દે છે. ટાવર ઊભા કરી દીધા, પણ જમીનનું વળતર આપવાના નામે ચોકલેટ પકડાવી દે છે. કલેક્ટર ઓફિસે દસ ધક્કા ખાધા, પણ કોઈ સાંભળતું નથી. કારણ કે આ કંપનીવાળા મોટા ગજાના માણસો છે. અમારો અવાજ કોણ સાંભળશે ? વિપક્ષને બેઠા બેઠા મોટો મુદ્દો મળી ગયો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *