જોગી આયુર્વેદ દ્વારા આશરે 1 લાખ ચોરસ ફૂટમાં હોસ્પિટલનું નિર્માણ

Featured Video Play Icon
Spread the love

જોગી આયુર્વેદ દ્વારા આશરે 1 લાખ ચોરસ ફૂટમાં હોસ્પિટલનું નિર્માણ
હોસ્પિટલમાં 50 બેડ અને 10થી વધુ સ્પેશિયાલિટી ઓપીડીની સુવિધા
પંચકર્મ, આયુર્વેદિક શસ્ત્રક્રિયા અને વેલનેસ જેવી સેવાઓ ઉપલબ્ધ

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં જોગી આયુર્વેદ દ્વારા ગુજરાતની સૌથી મોટી આયુર્વેદિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આશરે એક લાખ ચોરસ ફૂટમાં વિસ્તરેલી આ હોસ્પિટલમાં 50 બેડની સુવિધા સાથે 10થી વધુ સ્પેશિયાલિટી ઓપીડી, પંચકર્મ, આયુર્વેદિક શસ્ત્રક્રિયા અને વેલનેસ જેવી વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉદ્ઘાટન સમારોહમાં સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમના પ્રમુખ પ.પૂ. સદ્‌ગુરુ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તેમજ ગુજરાતના આરોગ્ય, સમાજ કલ્યાણ અને તબીબી શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા ઉપસ્થિત રહ્યા હતા.

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં એક નવી સુવિધાનો ઉમેરો થયો છે. વર્ષ 2005માં એક નાના ક્લિનિકથી શરૂ થયેલી જોગી આયુર્વેદની સફર હવે વિશાળ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ સુધી પહોંચી છે.આશરે એક લાખ ચોરસ ફૂટમાં નિર્મિત આ હોસ્પિટલમાં દર્દીઓ માટે 50 બેડની ઇનપેશન્ટ સુવિધા અને 10થી વધુ સ્પેશિયાલિટી ઓપીડી શરૂ કરવામાં આવી છે. અહીં આયુર્વેદિક પરામર્શ, પંચકર્મ થેરાપી, આયુર્વેદિક શસ્ત્રક્રિયા, ફિઝિયોથેરાપી, ઇન-હાઉસ લેબોરેટરી, વ્યક્તિગત આહાર માર્ગદર્શન અને વેલનેસ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.હોસ્પિટલમાં પાચનતંત્ર, ત્વચા અને વાળની સંભાળ, સ્ત્રીરોગ, કાન-નાક-ગળાના રોગો, ન્યુરોલોજી, સ્પાઇન કેર અને પેઇન મેનેજમેન્ટ સહિતની વિવિધ આરોગ્ય જરૂરિયાતો માટે નિષ્ણાત તબીબોના માર્ગદર્શનની સુવિધા પણ ઉપલબ્ધ છે.ખાસ વાત એ છે કે જોગી આયુર્વેદ દ્વારા ડિજિટલ માધ્યમથી પણ આયુર્વેદિક સેવાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. ઑનલાઇન ઓપીડી અને ડિજિટલ કન્સલ્ટેશનની મદદથી ભારત ઉપરાંત અમેરિકા, બ્રિટન અને કેનેડા જેવા દેશોમાં રહેતા લોકો પણ આયુર્વેદિક માર્ગદર્શન મેળવી શકે છે.આ ઉપરાંત, હોસ્પિટલમાં આયુર્વેદ અને સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ લાવવા માટે ઇન્ટરેક્ટિવ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિઃશુલ્ક પ્રકૃતિ પરીક્ષણ, ‘How Swasth Are You?’ ક્વિઝ, આયુર્વેદિક જીવનશૈલી અંગે માર્ગદર્શન અને પરંપરાગત આયુર્વેદિક પદ્ધતિઓ વિશે માહિતી આપવામાં આવે છે.જોગી આયુર્વેદના સ્થાપક નિલેશ જોગલના જણાવ્યા અનુસાર, વર્ષ 2005થી શરૂ થયેલી આ સફરનો મુખ્ય ઉદ્દેશ ‘Authentic Ayurved for Everyone’ના અભિગમ સાથે પ્રામાણિક આયુર્વેદ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે.

આમ, સુરતના જહાંગીરપુરામાં શરૂ થયેલી જોગી આયુર્વેદ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા પરંપરાગત આયુર્વેદિક સારવાર સાથે આધુનિક નિદાન સુવિધાઓ, પંચકર્મ અને વેલનેસ સેવાઓને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ નવી શરૂઆત સાથે જોગી આયુર્વેદે પોતાની સેવા યાત્રામાં વધુ એક મહત્ત્વપૂર્ણ અધ્યાય ઉમેર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *