સુરતમાં પૂરની સમસ્યા નિવારવા સરકાર એક્શન મોડમાં

Featured Video Play Icon
Spread the love

સુરતમાં પૂરની સમસ્યા નિવારવા સરકાર એક્શન મોડમાં
ખાડીઓ ઊંડી-પહોળી કરવાની કામગીરી તેજ
મીઠી ખાડીને 110 મીટર સુધી પહોળી કરવાની કામગીરી પુરજોશમાં
ચોમાસા પહેલાં ખાડીઓનું ડી-સિલ્ટિંગ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

સુરતમાં પૂરની સમસ્યા નિવારવા સરકાર એક્શન મોડમાં આવી હોય તેમ ખાડીઓને ઊંડી અને પહોળી કરવાની કામગીરી તેજ કરાઈ છે. તો મીઠી ખાડીને 110 મીટર સુધી પહોળી કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહ્યુ છે અને ચોમાસા પહેલાં ડી-સિલ્ટિંગ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

સુરતવાસીઓ માટે ચોમાસામાં પૂર અને ઘરોમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દર વર્ષે ચોમાસા દરમિયાન ખાડીઓના પાણીથી સર્જાતી મુશ્કેલીને દૂર કરવા રાજ્ય સરકાર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું છે કે સુરત શહેરમાં ખાડીઓને ઊંડી અને પહોળી કરવાની કામગીરી પ્રગતિમાં છે. ખાસ કરીને મીઠી ખાડીને 110 મીટર જેટલી પહોળી અને ઊંડી કરવાની કામગીરી ચાલી રહી છે. ચોમાસા પહેલાં ખાડીઓની સફાઈ અને ડી-સિલ્ટિંગ પૂર્ણ કરવાનો સરકારનો લક્ષ્યાંક છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ કામગીરીથી સુરતવાસીઓને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યામાંથી કેટલી રાહત મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *