સુરતમાં પડતર માંગણીઓને લઈને કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં પડતર માંગણીઓને લઈને કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી
13 જેટલી વિવિધ માંગણીઓ સાથે વિરોધ નોંધાવ્યો
માંગણીઓ નહીં સંતોષાય તો 22 ઓક્ટોબરે માસ સીએલ પર જવાની ચીમકી

સુરતમાં સબ-રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને આક્રમક મૂડમાં આવ્યા હોય તેમ 13 જેટલી વિવિધ માંગણીઓ સાથે આજે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો, સાથે જ જો માંગણીઓ નહીં સંતોષાય તો આગામી 22 ઓક્ટોબરે માસ સીએલ પર જવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

સુરત અઠવા કચેરી ખાતે ગ્રેડ-1 અને ગ્રેડ-2 સબ-રજિસ્ટ્રાર કર્મચારીઓ દ્વારા સરકાર સમક્ષ પોતાની પ્રશ્નો અને પડતર માંગણીઓના અસંતોષને લઈને અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. કર્મચારીઓનું કહેવું છે કે સરકાર દ્વારા અપાયેલા વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજે તેમણે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. એટલું જ નહીં પરંતુ માહિતી આપતા વોટ્સએપ ગ્રૂપમાંથી પણ કર્મચારીઓને રિમૂવ કરી દેવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. કર્મચારીઓની મુખ્ય 13 માંગણીઓમાં સબ-રજિસ્ટ્રાર તરીકે ફરજના ભાગરૂપે થતી કામગીરીમાં ચાર્જશીટ, એફઆઈઆર જેવી હજારો અડચણો અને પક્ષકારો વચ્ચે થતા ઘર્ષણ તેમજ મર્જર અને બદલીના મુદ્દાઓ સામેલ છે. અગાઉ અનેકવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં કોઈ જ સંતોષકારક નિરાકરણ ન આવતા હવે કર્મચારીઓએ આગામી 22 ઓક્ટોબર 2026ના રોજ માસ સીએલ પર ઉતરીને નોધણી કામગીરીથી અળગા રહેવાની ઉગ્ર ચીમકી ઉચ્ચારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *