પુણાગામના ગુલાબા ચોક નજીક હોટ ફિક્સના કચરામાં આગ લાગી
આગ લાગતાં વિસ્તારમાં દોડધામ મચી
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક દોડી ગઈ
ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી
સુરતના પુણાગામ વિસ્તારમાં ગુલાબા ચોક નજીક હોટ ફિક્સના કચરામાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
સુરતના પુણાગામ વિસ્તારમાં ગુલાબા ચોક નજીક આગની ઘટના બનતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અહીં હોટ ફિક્સના કચરામાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગતાં જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જાણ મળતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી શરૂ કરી હતી. રાહતની વાત એ છે કે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.
