સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફરાર આરોપીને ઝડપી પાડ્યો
આરોપી હત્યાના ગુનામાં ફરાર હતા
સોનાના વેપારીને તેના ઘરેણાં લૂંટવાના ઈરાદે બોલાવીને તેની હત્યા કરીને તેનો મૃતદેહ કોથળામાં ફેંકી દેવાના ગુનામાં લાજપોર સેન્ટ્રલ જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થઈ ભરાર થઈ ગયેલા આરોપી રમણદીપસિંઘ ગિલને દિલ્હીથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે બાતમી મળી હતી કે વર્ષ 2014માં આરોપી રમનદિપસિંહ ઉર્ફે રોમી ગીલને તેની હાર્બર હોલીડે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધામાં ખોટ જતા તેણે સહ આરોપી ભારતીબેનના ઓળખીતા ભરતભાઈ સોની નામના સોની વેપારી કે જેઓ ઘરે-ઘરે જઈને સોનાના દાગીનાનું વેચાણ કામ કરે છે તેને બીજા આરોપીઓ સાથે ભેગા મળીને તેની પાસેથી ઘરેણા ખરીદ કરવાના બહાને બોલાવી તેનું ખૂન કરીને સોનાના દાગીના લૂંટી લઈ લાશને બાંધીને કોથળામાં નાખીને ઈચ્છાપોર ભાઠાગામ પાસે અવાવરૂં જગ્યામાં ફેંકી દઈ ભાગી છુટ્યા હતાં. આ ગુનામાં આરોપી રમનદિપસિંઘ ઉર્ફે રોમી ગુરદિપસિંઘ ગીલની ધરપકડ કરાયા બાદ તેને લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી અપાયો હતો. ત્યાર બાદ આરોપી રમનદિપસિંહ ગીલે નામદાર કોર્ટ માંથી વચગાળાના જામીન પર મુક્ત થઈ ભાગી ગયો હતો અને દિલ્હી ખાતે જઈ ડ્રાઈવિંગનું કામ કરતો હતો જેને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના જનરલ સ્ક્વોડની ટીમે દિલ્હીના રોહીણી સેક્ટર 34 ખાતેથી પકડી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરી છે.