સુરતમાં ડિજિટલ અરેસ્ટ કેસમાં સાયબર ક્રાઈમને મળી મોટી સફળતા
વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 16 લાખ ખંખેર્યા
ઈન્ટરનેશનલ બાસ્કેટ બોલ પ્લેયર સહિત 3 ઝડપાયા
રાજુ પરમાર, ક્રિષ્નકુમાર પટેલ અને પરમવીરસિંગ ટાંકની ધરપકડ
ડિજિટલ એરેસ્ટ કરી લાખો રૂપિયા બળજબરીથી કઢાવી લેવાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને સુરત સાયબર ક્રાઈમની ટીમે ભાવનગર ખાતે જઈ ત્યાંથી ઝડપી પાડ્યા હતાં.
સુરતમાં રહેતા સીનીયર સીટીઝનને બે દિવસ પહેલા એક અજાણ્યા ઈસમે કોલ કર્યો હતો અને ડિજિટલ એરેસ્ટ કરી દિલ્હી પોલીસ તરીકેની ઓળખ આપી ફરિયાદીને વિડીયો કોલ કરી અઢી કરોડના મની લોન્ડરીંગનો કેસ થયો હોવાનુ જણાવી તેઓના બેંકમાંથી એફ.ડી. તોડાવી ડીજીટલ એરેસ્ટ કરી બળજબરીથી 16 લાખ 65 હજાર પડાવી લીધા હતા આ અંગે સીનીયર સીટીઝન દ્વારા પોતાની દિકરીને વાત કરાતા તેઓએ સાયબર ક્રાઈમનો સંપર્ક કર્યો હતો અને સાયબર ક્રાઈમની ટીમે ત્વરિત ગુનો નોંધી તપાસ હાથ ધરી ભાવનગર ખાતે જઈ ત્યાંથી ઠગો જેમાં રાજુ ભરત ભીખાભાઈ પરમાર, ક્રિષ્નકુમાર દિગમ્બર ગોકુળભાઈ પટેલ અને પરમવીરસિંગ ઉર્ફે આસુ સતનામસિંગ જગદીશસિંગ ટાંકને ઝડપી પાડ્યા હતાં. અને તમામને સુરત લાવી તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.