સુરતના સ્મશાનગૃહોમાં ગેસની સહાય તબક્કાવાર બંધ કરાશે
ગેસ માટેની મળતી સહાય 4 વર્ષ બાદ સહાય સંપૂર્ણ બંધ થશે
ગુજરાત ગેસ અને સહયોગી સંસ્થા દ્વારા નવો પરિપત્ર જાહેર
યુદ્ધની પરિસ્થિતિ, આર્થિક મંદી તેમજ મોંઘવારીના જમાનામાં હવે સામાન્ય માણસ માટે ‘અંતિમ સંસ્કાર’ પણ મોંઘા બન્યા છે. સુરતના તાપી કિનારે આવેલા સુપ્રસિદ્ધ રામનાથ ઘેલા સ્મશાન ભૂમિ સહિત શહેરના અન્ય સ્મશાનોમાં અત્યાર સુધી ગેસથી થતા અંતિમ સંસ્કાર માટે ગેસ પુરવઠો મફત મળતો હતો જેમાં ગુજરાત ગેસ અને સહયોગી સંસ્થા દ્વારા નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે,
સુરતમાં ગુજરાત ગેસ અને સહયોગી સંસ્થા દ્વારા નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે હવેથી સ્મશાન ટ્રસ્ટોએ ગેસના વપરાશ પેટે ચાર્જ ચૂકવવો પડશે. આ નિર્ણયને કારણે એક મૃતદેહ પાછળ અંદાજે 1100 રૂપિયાનો સીધો આર્થિક ભાર વધવાની ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી સુરતના મુખ્ય સ્મશાનગૃહોમાં ગુજરાત ગેસ દ્વારા ‘સેતુ’ સંસ્થાના માધ્યમથી CSR ફંડ હેઠળ ગેસનો પુરવઠો વિનામૂલ્યે પૂરો પાડવામાં આવતો હતો. આ વ્યવસ્થાને કારણે સ્મશાન ટ્રસ્ટો પર આર્થિક બોજો પડતો ન હતો અને ડાઘુઓને રાહત રહેતી હતી. પરંતુ હવે કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર મુજબ, આ મફત સેવામાં કાપ મૂકવામાં આવ્યો છે અને આગામી સમયમાં તબક્કાવાર પૂરેપૂરો ચાર્જ વસૂલવાનું નક્કી કરાયું છે ત્યારે સુરત કુરુક્ષેત્ર સમશાન ગૃહના ટ્રસ્ટી કમલેશ શેલારએ શું કહ્યું સાંભળો
બાઈટ :-
વીઓ :ગેસ કંપની અને ‘સેતુ’ સંસ્થા દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, CSR પ્રવૃત્તિઓના ભાગરૂપે અત્યાર સુધી 100 ટકા સહાય આપવામાં આવતી હતી. પરંતુ હવે નવા નિયમ મુજબ, સ્મશાન ટ્રસ્ટોએ ધીમે ધીમે આ ખર્ચ પોતાની રીતે ઉઠાવવો પડશે. આગામી વર્ષોમાં આ સહાયમાં ઉત્તરોત્તર ઘટાડો કરીને અંતે 100 ટકા પેઇડ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. સરકાર દ્વારા હંમેશા એવો આગ્રહ રાખવામાં આવે છે કે લોકો લાકડાના બદલે ગેસ કે ઇલેક્ટ્રિક ભઠ્ઠીનો ઉપયોગ કરે જેથી પર્યાવરણનું જતન થાય અને પ્રદૂષણ ઓછું ફેલાય. પરંતુ જો ગેસના ભાવ આટલા ઊંચા રહેશે અને મફત મળતી સુવિધા છીનવાઈ જશે, તો લોકો ફરીથી લાકડા તરફ વળશે. આ નિર્ણય પ્રદૂષણ મુક્ત સુરતના અભિયાન માટે અવરોધરૂપ સાબિત થઈ શકે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
