લસકાણા પોલીસે ભારે વાહનો સામે ચલાવ્યું ચેકિંગ અભિયાન

Featured Video Play Icon
Spread the love

લસકાણા પોલીસે ભારે વાહનો સામે ચલાવ્યું ચેકિંગ અભિયાન
પ્રવેશ પ્રતિબંધ હોવા છતાં શહેરમાં ઘૂસતા વાહનો સામે કાર્યવાહી
પોલીસ કમિશનરના આદેશ બાદ લસકાણા પોલીસ એક્શનમાં
બેફામ દોડતા ભારે વાહનો પર કડક નજર

સુરતમાં બેફામ દોડતા ભારે વાહનના ચાલકો સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશનરે આપેલા આદેશને લઈ લસકાણા પોલીસ દ્વારા પ્રવેશ પ્રતિબંધ જાહેરનામાનો ભંગ કરી શહેરમાં પ્રવેશતા ભારે વાહનના ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા સુરત શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં ભારે વાહનોના પ્રવેશ તથા હેરફેર અને અવર જવર તથા જાહેર રસ્તા પર પાર્કિંગ કરવા પર પ્રતિબંધ મુકતો જાહેરનામુ બહાર પાડ્યુ છે જો કે તેમ છતા કેટલાક લોકો પ્રવેશ પ્રતિબંધ હોવા છતા ભારે વાહનો શહેરમાં બેફામ રીતે હંકારે છે ત્યારે અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન વીઆર પટેલ અને ટ્રાફિક શાખા રીજીયન 1ના મદદનીશ પોલીસ કમિશનર એચકે ભરવાડની સુચનાને લઈ લસકાણા પોલીસ અને ટ્રાફિક રીજીયન 1ની ટીમે જાહેરનામાનો ભંગ કરતા 22 જેટલા ભારે વાહનોના ચાલકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *