ડિંડોલી પોલીસે મારામારીના ગુનામાં રીઢા આરોપીને ઝડપી પાડ્યો
મારામારીના ગુનામાં સંડોવાયેલો આરોપી સળીયા પાછળ
સુરતની ડિંડોલી પોલીસે મારામારીના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરતમાં મારામારી સહિતના અનેક ગુનાઓ વધી રહ્યા હોય જેને લઈ પોલીસ હવે ગુનેગારો સામે લાલ આંખ કરી બેઠી છે ત્યારે સુરતની ડિંડોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે ડિંડોલી પોલીસ મથકમાં મારામારીના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપી દિપક વિજય સાળુકેને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
