સુરતમાં યુદ્ધની સ્થિતિને લઈ ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
લા સેરેમેની રેસ્ટ્રોન્ટની પબ્લિસિટી માટે ડ્રોન ઉડાવાતા પોલીસ દોડતી થઈ
જાહેરનામાનુ ભંગ કરનાર ફોટોગ્રાફ્ર તથા રેસ્ટોરન્ટ માલિકની ધરપકડ કરાઈ
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને લઈ ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ હોવા છતા લા સેરેમેની રેસ્ટ્રોન્ટની પબ્લિસિટી માટે ડ્રોન ઉડાવાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને જાહેરનામાનુ ભંગ કરનાર ફોટોગ્રાફ્ર તથા રેસ્ટોરન્ટ માલિકની ધરપકડ કરાઈ હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાયા બાદ ગુજરાત રાજ્યમાં ફટાકડા ફોડવા પર અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો હતો. જો કે સુરતના સિંગણપોર ખાતે આવેલી લા સેરેમની રેસ્ટોરન્ટની પબ્લિસિટી માટે ડ્રોન ઉડાવાતા પોલીસ દોડતી થઈ હતી. તંત્રનો પ્રતિબંધ છતાં સિંગણપોરમાં રેસ્ટોરન્ટના ધાબા પર ડ્રોન ઉડાવાયું હતું. જે અંગે પોલીસ કન્ટ્રોલને મેસેજમળ્યો હતો જેને લઈ પોલીસે ત્યાં દોડી જઈ જાહેરનામા ભંગ અન્વયે ડ્રોન ઉડાવનાર ફોટોગ્રાફર ગૌરવ નરેન્દદ્ર રાઠોડ અને રેસ્ટોરન્ટ માલિક અકબરઅલીની પોલીસે ધરપકડ કરી