અમરેલીમાં કમોસમી વરસાદથી ઉનાળુ વાવેતર પાકમાં ભારે નુકસાન
સરકાર દ્વારા સર્વે કરાવી પેકેજ જાહેર કરે તેવી માંગ
અમરેલી જિલ્લામાં સતત પડી રહેલા કમોસમી વરસાદથી ઉનાળુ વાવેતર પાકમાં ભારે નુકસાની ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પુર્વ ચેરમેન વિપુભાઈ દુધાત દ્વારા ઉનાળુ પાકમાં નુકસાનીનું સરકાર દ્વારા સર્વે કરાવી પેકેજ જાહેર કરે તેવી માંગ કરી આપી પ્રતિક્રિયા..
અમરેલી જિલ્લામાં સતત પડી રહેલા કમોસમી વરસાદથી ઉનાળુ વાવેતર પાકને ભારે નુકસાની જતા ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે મોટા લીલીયા તાલુકામાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડયો હોય જેમાં ખેડૂતોએ ઉનાળુ વાવેતરમાં તલ મગ બાજરી સહિત બાગાયતી પાકોમાં ભારે નુકસાની થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત દ્વારા અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ઉનાળુ પાકને થયેલ નુકસાન અંગે સરકારશ્રી દ્વારા અમરેલી જિલ્લામાં વહેલી તકે સર્વે કરાવી નુકસાનનું વળતર સાથે પેકેજ જાહેર કરે તેવી માંગ કરવામાં આવી….