સુરતના કામરેજમાં ચેઈન સ્નેચિંગ કરતી ગેંગ ઝડપાઈ.

Featured Video Play Icon
Spread the love

સુરતના કામરેજમાં ચેઈન સ્નેચિંગ કરતી ગેંગ ઝડપાઈ.
એલસીબીએ નવાગામ પાસે સાળા-બનેવીની જોડીને ઝડપી.
ઓલપાડના સાયણ વિસ્તારના સાળા-બનેવીની ધરપકડ.

સુરત ગ્રામ્ય એલસીબીએ ચેઈન સ્નેચિંગના ગુનાઓ ઉકેલવા માટે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. એલસીબીપોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ ટીમોએ ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો.

સુરત ગ્રામ્યમાં પેટ્રોલિંગ દરમિયાન LCB સબ ઇન્સ્પેક્ટર એ.એન. ચૌહાણની ટીમને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના તરસાડી ગામમાંથી ચેઈન સ્નેચિંગ કરીને નાસી ગયેલા બે શખ્સો ચોરીની ચેઈન અને મોપેડ સાથે કામરેજ તાલુકાના નવાગામની સીમમાં દાદા ભગવાન મંદિરથી ઉદ્યોગનગર બ્રિજ તરફ જતા સર્વિસ રોડ પર ઊભા હતા. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી સાયણગામના રસૂલાબાદમાં રહેતા અમન મુલતાની અને નયન મૈસુરીયાને ઝડપી પાડ્યા. પકડાયેલા આરોપીઓની ઓળખ અમન ઉર્ફે અમન બકરી અકરમ મુલતાની અને નયન ચંદ્રકાંત મૈસુરીયા તરીકે થઈ છે.

પોલીસે આરોપીઓ પાસેથી કુલ 3,83,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 2 સોનાની ચેઈન, 1 હોન્ડા એક્ટિવા મોપેડ અને 4 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે પકડાયેલા બંને આરોપીઓ સાળા-બનેવી છે. તેઓએ કબૂલ્યું કે, જપ્ત કરાયેલી 2 ચેઈનમાંથી એક તરસાડી ગામની સીમમાંથી અને બીજી પીપોદરા ગામની સીમમાંથી વૃદ્ધ મહિલાઓના ગળામાંથી ઝૂંટવી હતી. ઉપરાંત, કબ્જે કરાયેલા 4 મોબાઈલ ફોન કોસંબા, પાલોદ અને કિમ વિસ્તારમાં રાહદારીઓ પાસેથી એક્ટિવા પર પસાર થઈને સ્નેચિંગ કર્યા હતા…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *