સુરત મહાનગરપાલિકા દ્વારા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
અંદાજે 98 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા પ્રકલ્પો લોકોને સમર્પિત
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસને વધુ ગતિ આપતા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજે 98 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા પ્રકલ્પો લોકોને સમર્પિત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે ધારાસભ્યો, મેયર, કોર્પોરેટરો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
સુરત શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અને નાગરિકોને સરળ અવરજવર સુલભ કરાવવા સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આ અંતર્ગત વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજે 98 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ થયેલા પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં અશ્વિનીકુમાર વલ્લભાચાર્ય રોડથી હીરાબાગ જંકશન ક્રોસ થઈ હરીનાથજી ફ્લાયઓવર બ્રિજ ઉપર કાપોદ્રા જંકશન પહેલાં સુધીના એન્ટ્રી રેમ્પના કામનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રકલ્પોના અમલીકરણથી શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે તેમજ વાહનચાલકોને વધુ સુગમ અને ઝડપી અવરજવરનો લાભ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, સ્થાનિક ધારાસભ્યો, મેયર, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. શહેરના સર્વાંગી વિકાસ માટે સુરત મહાનગર પાલિકા સતત નવા પ્રકલ્પો અમલમાં મૂકી રહી હોવાનું આગેવાનો દ્વારા જણાવાયું હતું.
