સુરત પોલીસ પણ યોગના રંગમાં રંગાઈ

Featured Video Play Icon
Spread the love

સુરત પોલીસ પણ યોગના રંગમાં રંગાઈ
સમગ્ર દેશમાં 12 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી
પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન

આજે સમગ્ર દેશમાં 12 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત પોલીસ પણ યોગના રંગમાં રંગાઈ હતી. સુરત પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોતની હાજરીમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ યોગાભ્યાસ કરીને સ્વસ્થ જીવનનો સંદેશ આપ્યો હતો.

સુરત પોલીસ દ્વારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોતની ઉપસ્થિતિમાં અધિકારીઓ અને કર્મચારીઓએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કર્યા હતા. પોલીસ કર્મચારીઓ સતત કાયદો-વ્યવસ્થા જાળવવા અને જનસેવામાં વ્યસ્ત રહેતા હોય છે. તેમના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યને વધુ મજબૂત બનાવવા માટે આ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ દ્વારા શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત થાય છે. સાથે જ તણાવ, ડાયાબિટીસ, સ્થૂળતા સહિતની અનેક સમસ્યાઓમાં યોગ લાભદાયી સાબિત થાય છે.

કાર્યક્રમ દરમિયાન યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે સૌને યોગ અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ યોગના વૈશ્વિક મહત્વને સતત ઉજાગર કરવામાં આવી રહ્યું છે અને યોગને વિશ્વવ્યાપી જનઆંદોલન બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *