સુરતની અમરોલી પોલીસે લાખોની લુંટ કરનાર આરોપીને ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતની અમરોલી પોલીસે લાખોની લુંટ કરનાર આરોપીને ઝડપ્યા
દિવ્યા મોલ ખાતે લોન રીકવરી એજન્ટની ઓફિસમાં તોડફોડ કરી લાખોની લુંટ
લુંટારૂઓ ભરત નારણ કેરાસીયા આહિર અને ગોપાલ ઘનશ્યામ ગૌસ્વામી

સુરતની અમરોલી પોલીસે દિવ્યા મોલ ખાતે લોન રીકવરી એજન્ટની ઓફિસમાં તોડફોડ કરી લાખોની લુંટ કરી કરી ભાગી છુટેલા આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર ચોવટીયાની સુચનાને લઈ પીઆઈ જેબી વનારની ટીમ પીએસઆઈ જેજી કામળીયા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ રૂમીતભાઈ, મહાવીરસિંહ, અહેકો રાકેશભાઈ, રાજેશભાઈ અને બ્રિજરાજસિંહને મળેલી બાતમીના આધારે અમરોલીમાં દિવ્યા મોલ ખાતે લોન રીકવરી એજન્ટની ઓફિસમાં ઘુસી તોડફોડ કરી બે લાખનુ નુકશાન કરવાની સાથે અઢી લાખની રોકડ તથા મોબાઈલની લુંટ કરી ભાગી છુટેલા લુંટારૂઓ ભુપત ઉર્ફે ભરત નારણ કેરાસીયા આહિર અને ગોપાલ ઘનશ્યામ ગૌસ્વામીને ઝડપી પાડી તેઓ પાસેથી રોકડા રૂપિયા, પાંચ મોબાઈલ, મોપેડ સાથે ઘાત્ક હતિયારો કબ્જે લઈ તેઓને સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *