સુરતના અડાજણ વિસ્તારમાં બાળકોના હક્ક પર પ્રતિબંધ

Featured Video Play Icon
Spread the love

સુરતના અડાજણ વિસ્તારમાં બાળકોના હક્ક પર પ્રતિબંધ
વેસ્ટર્ન હાઈટ્સ સોસાયટીમાં બાળકો મુદ્દે વિવાદ વકર્યો
બાળકોને રમતા અટકાવતો હોવાના આક્ષેપો કરાયા

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી વેસ્ટર્ન હાઈટ્સ સોસાયટીમાં બાળકો મુદ્દે વિવાદ વકર્યો હોય અને એક ઈસમ બાળકોને રમતા અટકાવતો હોવાના આક્ષેપો કરાયા હતાં.

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ વેસ્ટર્ન હાઈટ્સ સોસાયટીમાં બાળકોના રમવા મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા ત્રણ વર્ષથી એક પડોશી દ્વારા બાળકોને કોમન ગાર્ડનમાં રમતા રોકવામાં આવી રહ્યા છે. આ મામલે સોસાયટીના રહીશોએ પોલીસ કમિશનર તેમજ અડાજણ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી છે અને ન્યાયની માંગણી કરી છે. બાળકોના હક્ક પર લગાવવામાં આવેલા આ પ્રતિબંધને લઈ રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. હાલ સમગ્ર મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *