સુરતના જહાંગીરપુરા ઓલપાડ રોડ પર ઝઘડામાં હત્યા

Featured Video Play Icon
Spread the love

સુરતના જહાંગીરપુરા ઓલપાડ રોડ પર ઝઘડામાં હત્યા
60 વર્ષીય વૃદ્ધ પર લાકડાના આડેધડ ફટકા મારી નિર્દયતા
2000 રૂપિયાની લેતી દેતીમાં થયેલા ઝઘડામાં હત્યા

સુરતના જહાંગીરપુરા ઓલપાડ રોડ પર 60 વર્ષીય વૃદ્ધ પર લાકડાના આડેધડ ફટકા મારી નિર્દયતાથી હુમલો કરી હત્યા કરાઈ હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થતા જહાંગીરપુરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હત્યારાને ઝડપી પાડ્યો હતો જ્યારે 2000 રૂપિયાની લેતી દેતીમાં થયેલા ઝઘડામાં હત્યા થઈ હોવાનુ સામે આવ્યુ છે.

સુરતના જહાંગીરપુરા ઓલપાડ રોડ પર વહેલી સવારે માનવતાને શરમાવે તેવી સનસનીખેજ ઘટના બની હતી. અજાણ્યા યુવકે 60 વર્ષીય બાબુભાઈ સાવંત પર લાકડાથી અંદાજે ચાર મિનિટ સુધી સતત આડેધડ ફટકા વરસાવ્યા હતા. હુમલાની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા બાબુભાઈ સાવંતને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતકનો કોઈ વાલીવારસ ન મળતા જહાંગીરપુરા પોલીસે પોતે ફરિયાદી બની અજાણ્યા યુવક સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જહાંગીરપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી કિશોર મોતીરામ પટેલને ઝડપી પાડ્યો હતો. તો આરોપી અને મૃતક બન્ને કચરો વિણવાનુ કામ કરતા હોવાનુ સાથે બે હજાર રૂપિયાની લેતી દેતીમાં હત્યા થઈ હોવાનું પોલીસે જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *