સુરતમાં ભારતીય મજદુર સંઘનો ઉગ્ર વિરોધ
મજૂરોના કામના કલાકો 8થી વધારી 12 કરાતા સરકારના નિર્ણય સામે વિરોધ
પ્રદર્શન કરનારાઓને પોલીસે ડિટેન કર્યા
ગુજરાત સરકાર દ્વારા શ્રમિકોના રોજિંદા કામના કલાક 8 કલાકથી વધારીને 12 કલાક કરવા બનાવેલા ખરડાના વિરોધમાં સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘે જિલ્લા કલેક્ટર કચેરી ગેટ પાસે પ્રદર્શન કર્યું પોલીસે તમામ ને ડિટેન કર્યા હતાં.
શ્રમિકોના રોજિંદા કામના કલાકો વધારાના વિરોધમાં સુરત જિલ્લા ભારતીય મજદુર સંઘ નો વિરોધ કર્યો છે મજદૂર સંઘના આગેવાનો અને સભ્યોએ સુરત જિલ્લા કલેકટર કચેરીની બહાર જમા થઈને આ ખરડાને સળગાવી હોળી કરી અને તેને તુરંત રદ્દ કરવાની માંગ કરી હતી ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે સંસ્થાના કાર્યકરોને ડિટેન કર્યા હતાં. આ ખરડો ગુજરાત વિધાનસભામાં મંજૂર થયો છે, જે ઔદ્યોગિક શ્રમિકોના રોજિંદા કામના કલાકમાં વધારો કરે છે. સરકારનું માનવું છે કે આ પગલાથી ઉદ્યોગોને ફાયદો થશે અને ઇન્વેસ્ટમેન્ટ આકર્ષિત થશે. તેની વિરૂદ્ધમાં, મજદૂર સંઘ નેતાઓનું કહેવું છે કે આ કાયદો શ્રમિકોના હક્કો પર હુમલો છે અને તેમના શોષણને વેગ આપશે. તેમનો આરોપ છે કે સરકારે આ નિર્ણય લેતા પહેલા મજદૂર સંઘો અને હિતધારકો સાથે ચર્ચા કરી નથી. મજદૂર સંઘના આગેવાનોએ ચેતવણી આપી છે કે જો સરકારે આ ખરડો પાછો નહીં ખેંચ્યો, તો તેઓ વ્યાપક પ્રમાણમાં વિરોધ પ્રદર્શનો અને હડતાલનો આશરો લેશે. હાલ તો શ્રમિક આગેવાનોની પોલીસે અટકાયત કરી વિરોધ પ્રદર્શનને ઠાળ્યો હતો.
