સુરત લાલ દરવાજા ખાતે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિનું 34મું સ્નેહમિલન

Featured Video Play Icon
Spread the love

સુરત લાલ દરવાજા ખાતે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિનું 34મું સ્નેહમિલન
વિદ્યાર્થીઓ માટે ઈનામોત્સવ યોજાયો

સુરતના લાલ દરવાજા ખાતે આવેલ શ્રી સુરતી મોઢવણીક વાડી ખાતે શ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ દ્વારા 34મો વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓ માટે ઈનામોત્સવનુ પણ આયોજન કરાયુ હતું.

સુરતમાં દરેક સમાજના લોકો સમાજને એક તાંતણે બાંધવા કહો કે એક પ્લેટફોર્મ આપવા માટે સ્નેહમિલન સમારોહ સહિતના કાર્યક્રમોનુ આયોજન કરતા હોય છે ત્યારે સુરતના શ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ સુરત દ્વારા લાલ દરવાજા ખાતે આવેલ શ્રી સુરતી મોઢવણિક વાડી ખાતે 34મો વાર્ષિક સ્નેહમિલન સમારોહ અને સાથે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ઈનામોત્સવ કાર્યક્રમનુ આયોજન કરાયુ હતું. આ કાર્યક્રમ નરેશ પરમાણંદદાસ ભુછડા ખત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રવિણ જાજલ અને દિપ પ્રાગટ્ય સુરેશભાઈ છાંટબાર દ્વારા કરાયુ હતું. જે અંગે સમાજના આગેવાનોએ મીડિયા સમક્ષ માહિતી રજુ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *