અમદાવાદમાં સાણંદના લોદરીયા ગામે સામૂહિક આપઘાત.

Featured Video Play Icon
Spread the love

અમદાવાદમાં સાણંદના લોદરીયા ગામે સામૂહિક આપઘાત.
એક જ પરિવારના ત્રણ લોકોએ કર્યો આપઘાત.
ઓરડીમાંથી પુરુષ, મહિલા અને તેની બાળકીનો મૃતદેહ મળ્યો.

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના લોદરિયાદ ગામ નજીક એક ગંભીર અને સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના સામૂહિક આપઘાતની લાગે છે જો કે ઘટના સ્થળેથી મળેલા પુરાવાઓએ તપાસની દિશા બદલી શકે છે. મૃતકના ગળામાં છરીના ઘા જોવા મળતા પોલીસ હવે હત્યાના એંગલથી પણ તપાસ કરવા લાગી છે.

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના લોદરિયાદ ગામ નજીક એક ગંભીર અને સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે. લોદરિયાદ ગામની હદમાં ખોડલ હોટલ પાસે એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે. જો કે મૃતદેહોની સ્થિતિ અને અન્ય પુરાવાના આધારે પોલીસે હત્યાના એંગલથી પણ તપાસ ચલાવી રહી છે. ઘટના સ્થળેથી મળેલા પુરાવાઓએ તપાસની દિશા બદલી શકે છે. મૃતકના ગળામાં છરીના ઘા જોવા મળતા પોલીસ હવે હત્યાના એંગલથી પણ તપાસ કરવા લાગી છે. જેથી બનાવ સામુહિક આપઘાત અથવા માસ મર્ડરનો પણ હોય તેવું બની શકે છે. ત્યાર બાદ તેને આપઘાતનો રંગ આપવામાં આવ્યો હોય તેવું પણ બની શકે છે. હાલ તો સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે. સ્થાનિક પોલીસ સાથે ડીવાયએસપી, નાયબ મામલતદાર અને FSLની ટીમ તત્કાલ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જો કે પોલીસને તપાસ દરમિયાન ઘટના સ્થળેથી 10 પાનાની સુસાઇડ નોટ પણ મળી આવી છે. આ સુસાઇડ નોટ પરથી અનેક રહસ્યો ખુલે તેવી શક્યતા છે. પોલીસે હાલમાં સુસાઇડ નોટને એફએસએલને સોંપી છે. આ ઉપરાંત તેમાં લખેલા લખાણનાં આધારે તપાસ પણ શરૂ કરી છે કે, જેથી મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી જેવી બાબતો જાણી શકાય. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. FSL દ્વારા ઘટનાસ્થળ પરથી જરૂરી સેમ્પલ અને પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. ઘટનાની ગંભીરતા જોતા પોલીસ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં જ સમગ્ર મામલે કંઇક મોટો ઘટસ્ફોટ થાય તેની શક્યતા પણ નકારી નથી રહી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *