સુરતમાં મોડેલને બદનામ કરવાનું ષડયંત્ર રચનારો ઝડપાયો
મિતેષ જૈન મોડેલને બદનામ કરતો હોવાની નોંધાઇ છે ફરિયાદ
સુરતમાં મોડેલની કાર સળગાવવાનો મામલે વેસુ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે કાર સળગાવવાને મામલે સચુ રામાઅવતાર રાય અને તનિષ સુશાંત જૈન નામના શખ્સની ધરપકડ કરી છે. બંને આરોપી પૂર્વ પ્રેમી મિતેશ જૈનના સાગરીત હોવાની માહિતી મળી રહી છે.
સુરતના વેસુ પોલીસ મથકની હદમાં મોડેલની કારને સળગાવનાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. મોડેલની કાર તેના પુર્વ પ્રેમીના માણસે સળગાવી હોવાનુ સામે આવ્યુ છે. મિતેશ જૈનના કહેવા પર કારમાં આગ લગાવવામાં આવી હતી. મિતેશ જૈન દ્વારા મોડલની અને તેના પરિવારની ચાર કારમાંથી જીપીએસ સિસ્ટમ નીકળી હતી. મિતેશ જૈન અવારનવાર તેમનો પીછો કરતો હતો. વારંવાર તેમને હેરાન પરેશાન કરવામાં આવતા હતા. મિતેશ જૈન સામે જુદા જુદા ત્રણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.