સુરતમાં ચોક બજાર પોલીસે હત્યારાને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ચોક બજાર પોલીસે હત્યારાને ઝડપી પાડ્યો
તાપી નદીના પાળાથી મળી આવેલી હત્યા કરાયેલી લાશનો ભેદ ઉકેલ્યો
રાજેન્દ્ર ઉર્ફે રાજુ ભીમસેન જેનએ પાકીટની ચોરી બાબતે ઝઘડામાં હત્યા કરી

સુરતમાં ચોક બજાર પોલીસે તાપી નદીના પાળાથી મળી આવેલી હત્યા કરાયેલી લાશનો ભેદ ઉકેલી કાઢી હત્યારાને ઝડપી પાડ્યો હતો.

સુરતના ચોક બજાર પોલીસ મથકની હદમાં કોઝવે ગેટ પાસે નોર્થ ઝોન આરોગ્ય વિભાગ ઓફીસ પાછળ તાપી નદીના પાળા પરથી એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી જે અંગે ચોક બજાર પોલીસને જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ લાશનો કબ્જો લઈ તપાસ હાથ ધરી હતી. પીઆઈ એસડી રાતડાની ટીમ પીએસઆઈ વીટી ડોડીયાના માર્ગદર્શન હેઠળ તપાસમાં હતી ત્યારે એવી માહિતી મળી હતી કે મૃતકની હત્યા થઈ છે. જેથી પીએસઆઈ ડોડીયાની ટીમના અહેકો મહાવિરસિંહ અને રાહુલભાઈને મળેલી બાતમીના આધારે અજાણ્યા મૃતક ટુના ભગબાન પ્રધાન હોવાનુ સામે આવ્યુ હતું. તેની તેની હત્યા તેના મિત્ર રાજેન્દ્ર ઉર્ફે રાજુ ભીમસેન જેનએ પાકીટની ચોરી બાબતે થયેલા ઝઘડામાં કરી હોવાની કબુલાત કરી હતી. હાલ તો ચોક બજાર પોલીસે હત્યારાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *