સુરતમાં એપીક ઈનોવેશન એલ.એલ.પી.ની છેતરપિંડી
ભાગીદારી પેઢીના નામથી ફોરેક્ષ ટ્રેડીંગમાં મહિને 4 થી 5 ટકા વળતરની લાલચ
આરોપીઓ જયકુમાર અશોક સોલંકી અને જ્યંતિ અશોક સોલંકીને ઝડપ્યા
સુરતમાં એપીક ઈનોવેશન એલ.એલ.પી. નામની ભાગીદારી પેઢીના નામથી ફોરેક્ષ ટ્રેડીંગમાં મહિને 4 થી 5 ટકા રોકાણ પર વળતર આપવાની લાલચ આપી રોકાણકારો પાસેથી રૂપિયા મેળવી ઠગાઈ આચરનાર ઠગોને ઈકો સેલે ઝડપી પાડ્યા છે.
સુરતમાં લોકોને લોભામણી લાલચ આપી ઠગનાર ટોળકીઓ સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલની ટીમે બાતમીના આધારે એપીક ઈનોવેશન એલએલપી નામની ભાગીદારી પેઢીના નામથી ફોરેક્ષ ટ્રેડીંગમાં મિહને 4 થી 5 ટકા રોકાણ પર વળતર આપવાની લાલચ આપી રોકાણકારો પાસેથી લાકો રૂપિયા મેળવી લઈ ઠગાઈ આચરનાર ટોળકી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હોય જે મામલે ઈકો સેલની ટીમે બે આરોપીઓ જયકુમાર અશોક સોલંકી અને જ્યંતિ અશોક સોલંકીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
