12 વર્ષથી ફરાર પાસા આરોપી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

12 વર્ષથી ફરાર પાસા આરોપી ઝડપાયો
સુરત ક્રાઈમ બ્રાંચે અમદાવાદથી આરોપીને ઝડપી પાડ્યો,
થલતેજમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કરતો હતો નોકરી.

સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પાસાના ગુનામાં છેલ્લા 12 વર્ષથી ફરાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચે અમદાવાદથી ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની ઓળખ છુપાવી અલગ-અલગ શહેરોમાં રહેતો હતો અને હાલ થલતેજમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો.

સુરત ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે લિંબાયત પોલીસ સ્ટેશનના વર્ષ 2014ના પાસાના ગુનામાં વોન્ટેડ આરોપી અમદાવાદમાં છુપાઈને રહે છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમ અમદાવાદ પહોંચી અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે થલતેજના જોઈન પ્રાઈમ મોલમાંથી અવધબિહારી માતાદિન તિવારીને ઝડપી પાડ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યા મુજબ આરોપી અવધબિહારી માતાદિન તિવારી ધરપકડથી બચવા પોતાના વતન ઉત્તર પ્રદેશમાં ભાગી ગયો હતો અને ત્યારબાદ નામ બદલીને મેરઠ, દહેજ અને અમદાવાદ સહિત અલગ-અલગ સ્થળોએ રહેતો હતો. છેલ્લા છ વર્ષથી અમદાવાદમાં રહી સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો આરોપી આખરે ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાયો છે. આરોપીનો કબજો આગળની કાર્યવાહી માટે લિંબાયત પોલીસને સોંપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *