સુરત : મકાનના કાટમાળ નીચે દબાયેલા યુવકનું રેસ્ક્યૂ,
સુરતના ગોલવાડ વિસ્તારમાં બે માળનું મકાન જમીનદોસ્ત
દુર્ઘટનામાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો
સુરતમાં જુના જર્જરિત મકાનો પડવાની ઘટના યથાવત હોય તેમ નવાપુરા ગોલવાડમાં ગ્રાઉન્ડ પ્લસ બે માળનુ મકાન ધરાશાઈ થઈ ગયુ હતુ જ્યાં ફસાયેલા લોકોને બહાર કઢાયા હતા જ્યારે ફાયરે એકનુ રેસ્ક્યુ કર્યુ હતું.
સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે જ જર્જરિત મકાનો પડી જવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના નવાપુરા ગોલવાડ વિસ્તારમાં એક વર્ષો જુનુ જર્જરિત મકાન ધરાશાઈ થયો હતો. નવાપુરા ગોલવાડ ખાતે ગ્રાઉન્ડ પ્લસ બે માળનુ મકાન ધરાશાઈ થયુ હતું. લાકડાનુ મકાન અચાનક ધરાશાઈ થતા ચાર લોકો ફસાયા હતા જેમાંથી ત્રણ લોકો જાતે જ સલામત રીતે બહાર નિકળી ગયા હતા જ્યારે એક ફસાયેલા ઈસમનું ફાયર દ્વારા રેસ્ક્યુ કરાયુ હતું. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.