સુરતમાં ચોરીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
પોલીસે આરોપી પાસેથી ચોરાયેલ મુદ્દામાલ કબ્જે કર્યો
નરેશ ઉર્ફે ચીન્નુ કર્મવીર સાસી હરિયાણા ખાતેથી ઝડપાયો
સુરત રેલ્વે પોલીસે બાતમીના આધારે ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢા ચોરેન રેલ્વે પોલીસે ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત રેલ્વે સ્ટેશન પર રોજેરોજ ચોરી સહિતના બનાવો બને છે. ત્યારે ભીડમાં મુસાફરોના સામાન અને ખિસ્સા હળવા કરતા રીઢાઓને ઝડપી પાડવા પોલીસ પણ મેદાને આવી ગઈ છે. તો ગત 23 મેના રોજ સુરતથી મુંબઈ જવા રેલ્વે સ્ટેશન પ્લેટ ફોર્મ નંબર 2 પર બિકાનેર બાન્દ્રા એક્સપ્રેસ ટ્રેનના કોચમાં ચઢતી વેળાએ મુસાફરનો ભીડનો લાભ લઈ બેગની ચોરી કરી રીઢાઓ ભાગી છુટ્યા હતા જે અંગે રેલ્વે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા રેલ્વે પોલીસે સીસીટીવી સહિતની તપાસ હાથ ધરી બે ચોરોમાંથી એક નરેશ ઉર્ફે ચીન્નુ કર્મવીર સાસીને હરિયાણા ખાતેથી ઝડપી પાડ્યો હતો જ્યારે તેના મિત્ર સન્ની ઉર્ફે ગીન્ની નરેશ સાંસીને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસે સોનાના દાગીના તથા રોકડા રૂપિયા કબ્જે કર્યા હતાં.